Hostel in Gandhinagar

Shree Satvara Samaj Gandhinagar

બોલો સિધ્ધનાથ મહાદેવની જય…ગાંધીનગર ખાતે 8401 ચો. મી.(5.25 વીઘા) જગ્યા ટ્રસ્ટનાં નામે થઈ ગઈ છે. આ જગ્યાની ફરતે કમ્પાઉન્ડ વોલનું કામ થોડા દિવસોમાં ચાલુ થઈ જશે.આ જગ્યા મહાત્મા મંદિર રોડ થી 1.5 km. અંતરે ઉવારસદ ગામના રસ્તે રેલ્વે ફાટક નજીક આવેલ છે તથા ગાંધીનગર સરખેજ હાઇવે થી 2.00km અંતરે આવેલ છે… ભવિષ્યનું ટોટલ આયોજન કરવામાં આવ્યું છે…તેમાં સ્પર્ધાત્મક પરીક્ષા નું બિલ્ડિંગ, કન્યા છાત્રાલય, કુમાર છાત્રાલય સાથે બધી આધુનિક સુવિધાઓ આપવાની ગણતરી કરવામાં આવી છે. 350 થી વધારે રૂમો સાથે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રૂમના દાતાઓને તથા તેનાથી વધારે દાન આપનારને રહેવાની ગેસ્ટ રૂમો પણ બનાવવામાં આવશે. અત્યારે જગ્યામાં ભવિષ્યના આયોજન સાથે નકશાઓ બનાવવાનું કામ આર્કિટેક્ટ ને આપી દેવામાં આવ્યું છે.આમ, ટોટલ રૂ.25 થી 30 કરોડનો એસ્ટીમેટ ખર્ચ થાય તેવું આયોજન કરવામાં આવ્યુ છે… અત્યાર સુધીમાં 12 લાખની સમાજની વસ્તીમાંથી ફક્ત 1700 વ્યક્તિઓનું જ દાન આવેલું છે, તેથી સમાજનો મોટો વર્ગ દાન આપવામાં બાકાત છે. માટે આટલા મોટા ખર્ચને પહોંચી વળવા માટે માઇક્રો પ્લાનિંગ કરીને તથા આપ સૌ ભાઈઓ બહેનો શક્યા એટલા વધારે પ્રયત્નો કરો એવી આશા રાખીએ છીએ અને આ ભગીરથ કાર્ય કરવાની ભગવાન ભોલેનાથ આપ સૌને ખૂબ ધૈર્ય અને શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના સહ લી.નરેશભાઈ કંજારિયા અને ગોકળભાઇ ડાભી…બોલો દ્વારકાધીશની જય. જય સિધ્ધનાથ દાદા…